| |
|
|
|
 |
આપ્તવાણી શ્રેણી - ૬
આપ્તવાણી-શ્રેણી ૬, એ એક આગવી પ્રતિભા ધરાવનારી છે. એક બાજુ વ્યવહારના, પળપળના 'પ્રોબ્લેમ્સ' અને બીજી બાજુ સ્વ-મથામણથી ઝઝૂમી રહેલો એકલોઅટૂલો પોતે. આ બન્નેની રસાકસીમાં દિનરાત ખડા થતા સંઘર્ષનું સોલ્યુશન પોતાને ક્યાંથી થાય ? કોણ કરાવે એ ? એ સંઘર્ષ જ મહીં કોરી ખાતો રહે છે, ને ગાડી યાર્ડમાં ને યાર્ડમાં જ ફર્યા કરે છે ! જે જે પોતાનાં જીવનનાં સંઘર્ષોનું સરવૈયું લઈને દાદાશ્રી પાસે આવે છે, તેને દાદાશ્રી એવી કડી દેખાડી દે છે કે જેનાથી પેલો સંઘર્ષમાંથી સંધીને પામે છે !
-દાદાશ્રી |
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
|
|
 |
સહજતા
સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયા જે થઇ રહી છે, એમાં ડખલ ના કરવી. મનના ધર્મમાં કે બીજા કોઇનામાં ડખો ના કરે. મન-વચન-કાયા એ ચાલ્યા કરે એનું નિરીક્ષણ કર્યા કરવું.
-દાદાશ્રી |
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
|
|
 |
દાન
ચાર પ્રકારના દાન છે - એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન. ભૂખ્યા માણસને ખવડાવ્યું તે અન્નદાન. માંદા માણસને દવા ફ્રી ઓફ કોસ્ટ લાવી આપીએ તે ઔષધદાન. લોકોને સમજણ પાડીને સાચા રસ્તેવાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવા એ જ્ઞાનદાન. અને કોઇ જીવમાત્રને ત્રાસ ન થાય એવું વર્તન રાખવું, એ અભયદાન.
-દાદાશ્રી |
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
|
|
 |
ત્રિમંત્ર
ભગવાન નિષ્પક્ષપાતી હોય છે. ભગવાનને વૈષ્ણવ સાથે કે શિવ સાથે કે જૈન સાથે કંઈ લેવાદેવા નથી. વીતરાગોને ત્યાં પક્ષાપક્ષી ના હોય. જ્યાં અમારો-તમારો ભેદ પડ્યો છે તે વીતરાગનો માર્ગ ન્હોય.
-દાદાશ્રી |
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
|
|
 |
બ્રહ્મચર્ય
''અબ્રહ્મચર્યના વિચારો આવે, બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઇને બે વર્ષે, કોઇને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય ! જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો સાસન દેવ દેવીઓ બહુ ખુશ રહે !!!''
-દાદાશ્રી |
|
|
|
| |
|
|
|
| |
|
|
|